કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા યાદ રાખો ફક્ત આ પાંચ સુત્રો...
મિત્રો, સફળતા કોને પસંદ ના હોય...??? મનુષ્ય દરેક સમયે, દરેક સ્થાને અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માંગે છે. અને તે મેળવવા અથાક પ્રયત્ન પણ કરે છે પરંતુ હાલની સ્પર્ધાત્મક જીંદગીમાં સફળતા મેળવવી સહેલી નથી. આથી જો માણસને નિષ્ફળતા મળે તો તે ઉદાસ થઇ જાય છે અને પોતાના નસીબને કોસે છે. પરંતુ તેણે એ યાદ રાખવું જોઈ કે સફળતા અને નિષ્ફળતા એ નિરંતર પ્રક્રિયા છે.
સંસારમાં ઉન્નતી કરવાની અને સફળતા મેળવવાની અસંખ્ય દિશાઓ છે અને અસંખ્ય લોકો તેમાં આગળ વધે છે. આને સફળ થવાનો પ્રયત્ન કરતા રહે છે. એમાંથી ઘણા લોકો સફળ થાય છે જયારે ઘણા લોકો ફક્ત સફળ થવાનો આશ માંડી બેઠા રહે છે.
અહીં આપણે સફળ લોકો વડે અપનાવાયેલા પાંચ સુત્રો વિશે ચર્ચા કરીશું. જે આપણને સફળતાની દિશામાં પગલું માંડવામાં ઘણા ઉપયોગી થશે.
૧ ) પ્રયત્ન અને પુરુષાર્થ
પ્રયત્ન અને પુરુષાર્થ આ બે સફળતા મેળવવાના એવા બે અચૂક અસ્ત્રો છે જેનો ઉપયોગ કરી આપણે પોતાના લક્ષ્યને જરૂરથી પ્રાપ્ત કરી શકીએ છીએ. અર્જુન નાનપણથી એક ઉત્તમ ધનુર્ધારી બનવા માંગતો હતો. તેને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અથાક પ્રયત્નો કર્યા, અથાક પુરુષાર્થ કર્યો ત્યારે જઈ તેને આજે એક મહાન ધનુર્ધારી તરીકે યાદ કરવામાં આવે છે. આજે દુનિયાના અતિ સફળ લોકો જેમનું નામ વિશ્વના ધનાઢયોમાં આવે છે જેવાકે બિલ ગેટ્સ , એલોન મસ્ક, જેફ બેઝોસ, તેમનો જો ઈતિહાસ વાંચવામાં આવે તો તેઓ એ પ્રયત્ન અને પુરુષાર્થની અનેક હદો વટાવી હતી એમ કહી શકાય.
બિલ ગેટ્સ બુટ પેહરીને જ સુઈ જતા હતા જેથી બીજા દિવસે તેમનો બુટ પહેરવામાં સમય ના બગડે. એલોન મસ્કે તેમના જવાનીના દિવસો ૧૬-૧૭ કલાક વાંચીને વિતાવ્યા હતા.
આમ અહીં કહેવાનો ભાવાર્થ ફક્ત એટલો કે જો આપણે પોતાનું નિર્ધારિત લક્ષ્ય મેળવવું હોય તો સતત પ્રયત્ન અને પુરુષાર્થ તો કરવો જ પડશે. ગુજરાતીમાં એક કહેવત છે કે મહેનતનો કોઈ વિકલ્પ નથી. આ કહેવત સફળ લોકોના દ્રષ્ટાંતમાં સાચી ઠરે છે.
૨) આત્મવિશ્વાસ તેમજ બલિદાન
આત્મવિશ્વાસ અને બલિદાન એ સફળતાની સીડી ચઢવાના પ્રારંભિક તબ્ક્કામાંના એક છે. કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય તો પોતાના પર વિશ્વાસ હોવો અતિ અનિવાર્ય છે. આ સાથે જ એ ક્ષેત્રમાં મહારથ હાસિલ કરવા અનેક પ્રકારના બલિદાન આપવા પડે છે. જેમકે કોઈ પરીક્ષા પાસ કરવા આપણે ઘણા તહેવારો અને પ્રસંગોનું બલીદાન આપીએ છોએ. પોતાના મોજમજાના દિવસોમાં એક રૂમમાં પુરાઈને વાંચવું પડે છે. પરંતુ આ તમામ બલિદાન આપણને જોઈતી સફળતા સામે બહુ નાના હોય છે.
સફળતા માટે આત્મવિશ્વાસ એટલો જ જરૂરી છે જેટલું દીવાને બળતો રાખવા તેલ કે ઘી જરૂરી છે. કેમ કે હું આ કામ કરી શકું છું એવો વિશ્વાસ જ આપણને એ કામ કરવા પ્રેરોત કરે છે. આથી તમે જે કાર્ય કરી રહ્યા હોવ એમાં પોતાનું ૧૦૦% આપી દો. અને પોતાના પર તથા ભગવાન પર વિશ્વાસ રાખી બસ માંડ્યા રહો.



0 Comments